રાજકોટના સાધુવાસવાણી રોડ પર નંદવિહાર એપાર્ટમેન્ટમાં રહેતા મહિલા તબીબે અમીન માર્ગ ઉપર ત્રિશા બંગ્લોઝમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા પતિ સ્મિત દિનેશભાઈ નાંદપરા, સાસુ હંસાબેન દિનેશભાઈ નાંદપરા, પ્રિયાબેન ચિરાગભાઈ બરોચીયા, ચિરાગ બરોચીયા અને ભારતીબેન બરોચીયા વિરુદ્ધ માનસિક ત્રાસ આપી મેણા-ટોણા મારી અને ઝઘડાઓ કરી કાઢી મૂકવાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પતિ સહિતના સાસરીયો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદી તબીબ પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા લગ્ન ગઇ તા.31.01.2023ના રોજ રાજકોટ 28-ત્રીશા બંગ્લોઝ ચંદન સુપર માર્કેટની બાજુમા અમીન માર્ગ ખાતે રહેતા દીનેશભાઈ છગનભાઈ નાંદપરાના દીકરા સ્મીતભાઈ સાથે અમારા સમાજના રીતરીવાજ મુજબ લગ્ન થયા છે. મારા પતિ સ્મીત (ઉં.વ.29) જેઓ પીપળીયા ગામ ખાતે આવેલ ગુજરાત ટેકનોકાસ્ટ જી.પી.સી.એલ.ગ્રુપ નામની કંપનીમા ડિઝાઈનર તરીકે પ્રાઇવેટ નોકરી કરે છે. સાથે અમર સેલ્સ એજન્સી નામથી ખેતી-વાડીની હાર્ડવેરનો શો-રૂમ મારા કાકાજી સસરા હરેશભાઈ નાંદપરા સાથે ભાગીદારીમાં ચલાવે છે. મારા સસરા દિનેશભાઈ આજથી ચાર વર્ષ પહેલા મૃત્યુ પામ્યા છે અને મારા સાસુ હંશાબેન (ઉં.વ.58) ઘરકામ કરે છે. મારા નણંદ પ્રીયાબેન ચિરાગભાઇ બરોચીયા રાજકોટમાં રહે છે.