મહિલાઓએ આ 5 હેલ્થની આદતો અપનાવવી જોઈએ

આજના સમયમાં દરેર ક્ષેત્રે મહિલાઓ આગળ જોવા મળે છે. અને તેની સાથે સાથે મહિલાઓએ પોતાના ક્ષેત્રમાં તેની આગવી ઓળખ પણ બનાવી છે. એ વાત પણ નોંધવા જેવી છે કે મહિલાઓનું જીવન ખૂબ જ સંઘર્ષવાળુ હોય છે. તે ક્યારેક દિકરી, વહુ, માં, સાસુ, દાદી જેવી દરેક જવાબદારી નિભાવે છે. આ દરેકમાં મહિલા ક્યાક પોતાના સ્વાસ્થયને સાચવી શકતી નથી. અને નાની મોટી બીમારીઓને નજર અંદાજ કરતી હોય છે. એટલે આજે મહિલા દિવસસ પર તેમને પોતાની જાતનો ખ્યાલ રાખવો જરુરી છે.

1. તણાવથી દુર રહો

આ બાબતે ડોક્ટરોના કહેવા પ્રમાણે મહિલાઓએ ખોટી ચિંતામાં રહેવુ જોઈએ નહી. તેના કારણે તેના શરીર અને મગજ પર અસર પડતી હોય છે. ઘરમાં નાની મોટી વાત પર ચિંતા લેવી સારુ નથી. વધારે પડતી તણાવના કારણે વંધ્યત્વ, હતાશા, ચિંતા અને હૃદય રોગનું જોખમ વધવાની શક્યતા રહેલી છે. તણાવ ઓછો કરવા માટે તમે ધ્યાન અને યોગ પણ કરી શકો છો.

2. વધારે પાણી પીવાનું રાખો 

સ્વાસ્થ્યને સારુ રાખવા માટે સૌથી વધારે જોઈએ તો શરીરને હાઈડ્રેટ રાખવુ જોઈએ. શરીરમાં લગભગ 60 ટકા પાણીનો ભાગ હોય છે. શરીરના અંગો અને કોષોને સારી રીતે કામ કરતા રાખવા માટે પુરતા પ્રમાણમાં પાણી પીવુ જોઈએ. જેથી સ્વાસ્થય જળવાઈ રહે. પરંતુ વધારે પાણી પણ પીવુ જોઈએ નહી કારણ કે તેનાથી ઓક્સીજનની કમી થઈ શકે છે. એટલા માટે શરીરને વિટામિન અને મિનરલ આસાનીથી મળી રહે.

3. રાતમાં 7 થી 8  કલાકની ઉંઘ લેવાનું રાખો

શરીરમાં પુરતા પ્રમાણમાં ઉંઘ લેવી જરુરી છે. આ બાબતે નિષ્ણાતોનું માનવું છે કે ઉંઘ સમગ્ર સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરુરી છે. સારી રીતે ઉંઘ લેવાથી શરીર રિલેક્સ થાય છે. નિષ્ણાતોના મતે રાતમાં 7 થી 8  કલાકની ઉંઘ લેવી જોઈએ. 

4. હેલ્દી ફુ઼ડ લેવાનું રાખો 

શરીરને સ્વસ્થ રાખવા માટે શુદ્ધ અને ચોખ્ખા ખોરાક લેવા જોઈએ. બજારમાં મળતા જંક ફુડ અને ફાસ્ટફુડવાળા પદાર્થો ખાવા જોઈએ નહી તેનાથી શરીરને ખૂબ નુકસાન થાય છે. એટલા માટે પાકૃતિક અને સજીવખેતીના ફુડ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ.

5. રોજ ઓછામાં ઓછુ 20-30 મિનિટ ચાલવાનું રાખો

સેહતમંદ રહેવા માટે તમારે કલાકો સુધી જીમમાં કરસત કરવાની જરુર નથી. તેની જગ્યા પર રોજ 20-30 મિનિટ ચાલવાનું રાખશો તો સારો ફાયદો મળી રહેશે. પરંતુ જો તમારી પાસે સમય હોય તો કાર્ડિયો, વેટ ટ્રેનિંગ હોમ વર્કઆઉટ કરી શકા છો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *