મહિલાએ ઓરડીમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાધો

​​​​​​​રાજકોટના જવાહર રોડ ગેલેક્‍સી હોટેલ સામે આવેલા ઓપેરા ટાવર નામના બિલ્‍ડીંગમાં ચોકીદારી કરતાં અને ત્‍યાંની ઓરડીમાં રહેતાં મુળ નેપાળના લોકેશ સોનીની પત્‍ની નિશા (ઉ.વ.25)એ ઓરડીમાં પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં મોત નીપજ્યું હતું. તેનો દિયર હેમરાજ બહારથી આવ્‍યો ત્‍યારે ઘટનાની જાણ થઇ હતી. તેણીને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ ઓપેરામાં ચોકીદારી કરે છે. જો કે, આપઘાતનું કારણ બહાર ન આવતાં એ ડિવિઝન પોલીસે વધુ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *