શહેરમાં પોલીસનું અસ્તિત્વ જ ન હોય ગુનેગારો બેકાબૂ બન્યા છે. સરાજાહેર મારામારી કરતા દંપતીને સમજાવવા જતા રાહદારીને છરી બતાવી મારી નાખવાની ધમકી આપી મારકૂટ કરી હતી. પોલીસને જાણ થતા છરી સાથે શખ્સને પકડી કાર્યવાહી કરતા મહિલાએ આત્મવિલેાપનની ધમકી સાથે એસિડની બોટલ અને બ્લેડ વડે છરકા કરી પોલીસ મથકમાં ધમાલ મચાવી હતી. મહિલા સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આણંદપર (બાગી) ગામે રહેતા અને ખેતીકામ કરતા ધર્મેશભાઇ કરમશીભાઇ ગમારા તેની વાડીએ બાઇક લઇને જતા હતા ત્યારે રૈયાધાર પાસેના લાઇટ હાઉસ નજીક 13 માળિયા આવાસ યોજના ક્વાર્ટર પાસે એક શખ્સ મહિલા સાથે ઝઘડો કરતો હતો જેથી તે ઊભા રહીને તેને સમજાવી ઝઘડો કરવાની ના પાડતા શખ્સે તેની પાસે આવી મારી સાથે ઝઘડો શરૂ કર્યો હતો અને અા પતિ-પત્નીનો ઝઘડો છે તું તારું કામ કર કહેતા તેની પત્ની પણ આવી ધર્મેશભાઇ સાથે ઝઘડો શરૂ કર્યો હતો અને ગાળો દેવા લાગતા તેના પતિએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી તેને પોલીસમાં જાણ કરતા યુનિવર્સિટી પોલીસની પીસીઆર આવી શખ્સને ઉઠાવી પોલીસ મથકે લઇ ગઇ હતી અને મને પણ પોલીસે બોલાવતા તે પોલીસ મથકે ગયા હતા.
દરમિયાન ધર્મેશભાઇ પોલીસ મથકે હતા ત્યારે તેને જાણ થઇ હતી કે છરી સાથે પકડાયેલો રાધે પંકજભાઇ પરમાર અને તેની પત્ની માલાબેન હોય ત્યારબાદ તેની પત્ની પણ પોલીસ મથકે આવી હતી અને બન્ને દંપતીએ કહ્યું કે તમે કેમ પોલીસને ફોન કરી જાણ કરી હતી. તેમજ તેના પતિ રાધેએ કહ્યું કે, ફરિયાદ કરી બહાર નીકળ તને પતાવી દેવો છે. કહી ધમકી આપી હતી અને જોરશોરથી બોલતા હોય પોલીસના સ્ટાફે તેને શાંતિથી બેસવાનું કહેતા માલાબેન ઉશ્કેરાયા હતા અને તેની પાસે બ્લેડ હોય હાથમાં છરકા મારી પોલીસ વિરૂધ્ધ બોલવા લાગેલ,