મહિકામાં બીમારીથી કંટાળીને યુવકનો આપઘાત

રાજકોટના મહિકા મેઈન રોડ પર જે.કે. રેસિડેન્સીમાં રહેતા જયસુખભાઈ બચુભાઈ પરાલિયા(ઉ.વ.37) નામના યુવકે પોતાના ઘરે સવારે દોરી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

બનાવના પગલે આજી ડેમ પોલીસે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરતા મૃતક જયસુખ ત્રણ ભાઈમાં મોટો અને ગાડી ઉતારવાનું કામ કરતો હોવાનું ખુલ્યું હતું. સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે.

અગાઉ ગાડી ઉતારતી વેળા લાગી જતાં તેને ગાંઠ થઈ હતી. જેથી ગાંઠની બીમારીના દુખાવાથી કંટાળી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. બનાવથી પરિવારમાં ગમગીની વ્યાપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *