મહારાષ્ટ્રમાં બસ અકસ્માત, 26 બળીને ખાખ

મહારાષ્ટ્રના બુલઢાણામાં શુક્રવારે મોડી રાત્રે બસ અકસ્માત સર્જાયો હતો. યવતમાલથી પુણે જઈ રહેલી બસ પોલ સાથે અથડાઈ અને ડિવાઈડર પર ચઢીને પલટી ગઈ. એને કારણે એમાં આગ લાગી ગઈ. બસમાં 33 લોકો સવાર હતા, જેમાં 26 લોકો દાઝી જવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.

બસની બારીના કાચ તોડીને આઠ લોકોએ પોતાનો જીવ બચાવ્યો હતો. બુલઢાણા જિલ્લાના સિંદખેડારાજા નજીક પિંપલખુટા ગામ નજીક સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર મોડી રાતે લગભગ 1.30 વાગ્યે આ અકસ્માત થયો હતો. બુલઢાણાના એસપી સુનીલ કડાસેને જણાવ્યું કે, અકસ્માતમાં બસનો ડ્રાઈવર બચી ગયો છે.

તેણે જણાવ્યું કે ટાયર ફાટી ગયા પછી આ અકસ્માત થયો હતો. બાદમાં બસની ડીઝલ ટાંકીમાં આગ લાગી હતી, જેના કારણે આગ ફેલાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 3 બાળકોનાં પણ મોત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *