મહામંડલેશ્વર ઋષીભારતી મહારાજને ન્યાય આપવા કલેકટર તંત્રને રજૂઆત

સરખેજ આશ્રમના મહામંડલેશ્વર 1008 ઋષીભારતી મહારાજને યોગ્ય ન્યાય આપવાની માંગણી સાથે સમસ્ત કોળી સમાજના આગેવાનોએ આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે રજૂઆત કરી હતી. આ અંગે મુકેશભાઈ મેર સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે, ઋષીભારતી બાપુ કે જેઓ સરખેજમાં આવેલા આશ્રમને સંભાળી રહ્યા હતા અને ગરીબ પરિવારના બાળકોને ભણતર માટે રૂમ પણ આપી રહ્યા હતા. હાલ પૂજાના બહાને અમુક લોકોએ 100 બાઉન્સર સાથે આશ્રમમાં ઘૂસીને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને ભગાડી અને ત્યાં રહેલા સ્વયંસેવકોને પણ કાઢી મુકી અને આશ્રમ પર કબજો જમાવ્યો છે. આશ્રમના તાળા તોડી ખોટા વીડિયો બનાવી બાપુને બદનામ કરવામાં આવી રહ્યા છે. કોળી સમાજના આ મહંત હોવાથી ભેદભાવ રાખી અમુક મહંતો કે જેમણે કબજો લીધો છે, તેની તપાસ થાય અને તેમના પર કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ પણ આગેવાનોએ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *