મનપાએ ગત વર્ષે જે રીતે 6 મેદાન ભાડે આપવા અપસેટ પ્રાઇઝ પ્રતિ ચો.મી.રૂ.5 અને 6 રાખી હતી તે મુજબ જ આ વર્ષે પણ અપસેટ પ્રાઇઝ રાખી છે. રેસકોર્સ-એ 12800 ચો.મી., રેસકોર્સ-બી 12723 ચો.મી., નાનામવા 9438 ચો.મી., સાધુ વાસવાણી 5388 ચો.મી., પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ પાસે 3073 ચો.મી. તથા અમીન માર્ગ કોર્નર 4669 ચો.મી. ભાડે અપાશે.
જેમાં પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ પાસે આવેલા અને અમીન માર્ગ કોર્નરના પ્લોટના ચો.મી. ભાડું રૂ.5-5 રખાયું છે. જ્યારે બાકીના પ્લોટોનું ભાડું પ્રતિદિન પ્રતિ ચો.મી. રૂ.6 રખાયું છે. તા.8મીએ પ્રિ-બીડ બેઠક રાખી છે. આ મેદાનો તા.20-9થી 2-10 સુધી ભાડે અપાશે.