મહાનગરપાલિકાની નવતર પહેલ, 51 શક્તિપીઠના નામથી આજથી વૃક્ષારોપણ

પવિત્ર નવરાત્રી પર્વ દરમિયાન 51 શક્તિપીઠના નામથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજથી વૃક્ષારોપણ કરી પદાધિકારીઓ-અધિકારીઓ નવદુર્ગા માતાજીની ઉપાસના કરશે. રાજકોટના જુદા-જુદા સ્થળોએ 51 શક્તિપીઠના નામથી વૃક્ષારોપણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે વોર્ડ નં.11 ગાર્ડન પ્લોટ, એવરેસ્ટ હિલ પાસે, મવડી-કણકોટ રોડ ખાતેથી વૃક્ષારોપણ કરી શુભારંભ કરવામાં આવશે.

મહાનગરપાલિકા દ્વારા ‘એક પેડ મા કે નામ 2.0’ અભિયાન અંતર્ગત જુદા જુદા સ્થળોએ વૃક્ષોનું રોપણ કરવામાં આવશે. સમગ્ર જીવસૃષ્ટિનું સર્જન પર્યાવરણમાંથી થયું છે, આપણે સૌ પર્યાવરણનો જ એક ભાગ છીએ. તેથી પર્યાવરણ છે તો આપણે છીએ એવું કહેવામાં કંઈ અતિશ્યોક્તિ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *