મહાકુંભનું પાણી સ્નાન માટે યોગ્ય નથી!

પ્રયાગરાજ મહાકુંભમાં ગંગા-યમુનાના સંગમ પર સ્નાન ચાલી રહ્યું છે. અત્યારસુધીમાં 54 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ અમૃત સ્નાન કર્યું છે. આ દરમિયાન સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)નો એક અહેવાલ આવ્યો છે, જેમાં જણાવાયું છે કે બંને નદીનું પાણી સ્નાન કરવા યોગ્ય નથી.

CPCBએ 17 ફેબ્રુઆરીના રોજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ને પોતાનો અહેવાલ સુપરત કર્યો. CPCB એ 9થી 21 જાન્યુઆરી દરમિયાન પ્રયાગરાજમાં કુલ 73 અલગ અલગ સ્થળેથી નમૂનાઓ એકઠા કર્યા. હવે તેમની તપાસનાં પરિણામો જાહેર કરવામાં આવ્યાં છે.

એમાં પીએચ એટલે પાણી કેટલું એસિડિક અથવા ક્ષારવાળું છે, ફિકલ કોલીઓર્મ, BOD એટલે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, COD એટલે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અને ડિઝોલ્બડ ઓક્સિજન સામેલ છે. આ છ સ્તરે જેટલી જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યાં છે એમાંથી મોટા ભાગનામાં ફેકલ કોલીફોર્મ બેક્ટેરિયાની માત્રા વધારે જોવા મળી છે. આ સિવાય 5 અન્ય સ્તરે પણ પાણીની ગુણવત્તા ધોરણ મુજબ છે.

નદીના પાણીમાં ફેકલ કોલિફોર્મ નામનો બેક્ટેરિયા જોવા મળે છે. સામાન્ય સ્થિતિમાં એક મિલીલિટર પાણીમાં 100 બેક્ટેરિયા હોવા જોઈએ, પરંતુ અમૃત સ્નાનના એક દિવસ પહેલાં યમુના નદીના નમૂનામાં ફેકલ કોલિફોર્મ 2300 મળી આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *