મવડી પ્લાઝામાં ઓફિસ સીલ કરીને ઉઘરાણી કરતી મનપા

શહેરમાં અલગ અલગ જગ્યાએ 29 મિલકતને સીલ કરાઇ હતી જે પૈકી 20 મિલકતનો વેરો સ્થળ પર જ ભરપાઈ કરાયો હતો જ્યારે 9ને સીલ યથાવત્ છે. 15 મિલકતને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવી હતી અને 3 નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા. જેને લઈને 26.59 લાખ રૂપિયાની રિકવરી થઈ હતી. મનપાએ જે કાર્યવાહી કરી તેમાં શહેરના વોર્ડ નં.12માં વગડ ચોકડીએ આવેલા મવડી પ્લાઝામાં વેરા વસૂલાત શાખાની ટીમ ત્રાટકી હતી અને એક સાથે આઠ ઓફિસને સીલ લગાવી દીધા હતા. તમામ ઓફિસના વેરા 50 હજારની આસપાસ બાકી હતા. ઓફિસ ખૂલવાના સમયે જ સીલ થઈ જતા ઓફિસ ધારકોએ તાત્કાલિક વેરાની રકમ ભરપાઈ કરી આપતા સીલ ખોલી દેવાયા હતા.

જ્યારે રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં ન્યૂ સુખસાગર શેરી નં.5ના પ્લોટ નં.90ની 65 ચોરસવારના મકાન પર લોન લીધા બાદ મિલકતધારક હંસાબેન ભોપાભાઇ વાઘેલા હપ્તા નહીં ભરતા જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ સિક્યુટરાઇઝેશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી મિલકતનો કબજો લેવા આદેશ કરતા જપ્તી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *