મલ્ટીપેરા મોનિટર વિથ ઈ.ટી.કો.-2 ટાઈપના 3 મશીનો દાનમાં મળ્યા

રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલને નિયતિ વૈદ અને બ્રિજેન વેદ (લોસ એંજલસ, યુ.એસ.એ) દ્વારા મલ્ટીપેરા મોનિટર વિથ ઈ.ટી.કો-2 એવા ત્રણ મશીન દાનમાં આપવામાં આવ્યા છે. સિવિલ અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ આ મશીનની વિષેશતાઓ અંગે જણાવ્યું હતું કે, મલ્ટિપેરા મોનિટર એ એક અત્યાધુનિક તબીબી ઉપકરણ છે. જે હોસ્પિટલમાં દાખલ દર્દીઓના વિવિધ મહત્વપૂર્ણ સંકેતોનું સતત નિરીક્ષણ અને રેકોર્ડ કરવાની સુવિધા પુરી પાડે છે. આ મોનિટર હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર, ઓક્સિજન સંતૃપ્તિ, શ્વસન દર અને તાપમાન જેવા પરિમાણો પર રીઅલ-ટાઇમ ડેટા પ્રદાન કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *