મર્સિડીઝ-BMWની કાર ભારતમાં સસ્તી થઈ શકે છે?

ભારત સરકાર યુરોપથી આવતી કારો પર લાગતી ઇમ્પોર્ટ ટેરિફમાં મોટા ઘટાડાની તૈયારીમાં છે. રોયટર્સના રિપોર્ટ મુજબ, આ ટેરિફને 110% થી ઘટાડીને 40% સુધી કરી શકાય છે. આ નિર્ણય ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થનારા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો ભાગ છે.

આ એગ્રીમેન્ટની જાહેરાત આવતીકાલે એટલે કે મંગળવારે ભારત-EU સમિટમાં કરી શકાય છે. સૂત્રો મુજબ, મોદી સરકારે 15 હજાર યુરો (લગભગ 16.3 લાખ રૂપિયા)થી ઉપરની કેટલીક કારો પર તરત ટેક્સ ઓછો કરવા પર સહમતિ આપી છે.

ફોક્સવેગન, મર્સિડીઝ-બેન્ઝની કારો સસ્તી થઈ શકે FTA હેઠળ ભારત વાર્ષિક લગભગ 2 લાખ ડીઝલ-પેટ્રોલ એન્જિન કારો પર ડ્યુટી 40% સુધી ઓછી કરશે. ભારતમાં હાલ વિદેશી કારો પર 70% થી 110% ઇમ્પોર્ટ ડ્યુટી છે. સમય જતાં આ 10% સુધી ઘટી શકે છે, જેનાથી યુરોપિયન કંપનીઓ જેવી કે ફોક્સવેગન, મર્સિડીઝ-બેન્ઝ અને BMW ભારતીય બજારમાં સસ્તી થઈ શકે છે.

જોકે, EU ઉત્પાદકોનો ભારતના 44 લાખ યુનિટ વાર્ષિક કાર વેચાણ બજારમાં હિસ્સો 4%થી ઓછો છે. જ્યારે ઇલેક્ટ્રિક વાહનોને પ્રથમ 5 વર્ષ માટે ડ્યુટી કટમાંથી બાકાત રાખવામાં આવશે, જેથી ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવા સ્થાનિક ખેલાડીઓને સુરક્ષા મળે. ત્યારબાદ તેમના પર પણ કટ લાગુ થઈ શકે છે.

યુરોપિયન કમિશન ચીફે કરારને ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ ગણાવ્યો

આ પહેલા 20 જાન્યુઆરીએ યુરોપિયન કમિશન ચીફ ઉર્સુલા વોન ડેર લેયેને કહ્યું હતું કે ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર થવા જઈ રહ્યો છે. આ મુક્ત વેપાર કરાર 200 કરોડ લોકો માટે નવું બજાર બનાવશે, જે વૈશ્વિક GDP ના લગભગ 25 ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *