મનપા દ્વારા 340થી વધુને વ્યવસાય વેરાની નોટિસ અપાઈ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઓછો સ્ટાફ હોવા છતાં પ્રોફેશનલ ટેક્સ વસુલવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત વધુ 341 આસામીને નોટીસ ફટકારી 2260 નવા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. તેમજ આ વર્ષે અત્યાર સુધી 19.21 લાખની આવક ઉભી કરી છે. જે ગત વર્ષ કરતા 9 લાખ વધુ છે. નવી નોંધણી માટે અને ચડત વ્યવસાયવેરો બાકી હોય તેની સામે કાર્યવાહી માટે 3 માસ દરમિયાન 341 આસામીને ચડત વ્યવસાય વેરો ભરવા નોટીસ આપવામાં આવી છે. વ્યવસાયવેરા વિભાગ દ્વારા નિયમિત ટેક્સ ભરતા આસામીઓ જે પૈકી ધંધાનું સ્થળ બદલી ગયું હોય અથવા ઓનરનું નામ બદલવામાં આવ્યું હોય તેવા લોકોને નોટીસ આપવામાં આવી રહી છે. તેમજ ગત વર્ષનો વેરો બાકી હોય અને વ્યાજ ચડત થઈ ગયું હોય તેવા આસામીને પણ નોટીસ આપવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *