મનપા દ્વારા વધુ 93 ધંધાર્થીઓ પાસેથી 5 કિલો પ્લાસ્ટિક જપ્ત કરાયું

રાજકોટ મનપાની સોલિડ વેસ્ટ શાખા દ્વારા તા. 21 અને 22ના રોજ ત્રણે ઝોનમાં ચેકીંગ ડ્રાઇવ કરી 93 ધંધાર્થી પાસેથી 5 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. સેન્ટ્રલ ઝોનમાં 37, વેસ્ટ ઝોનમાં 30 અને ઇસ્ટ ઝોનમાં 26 આસામી પાસેથી આ પ્લાસ્ટિક મળ્યું હતું. જાહેરમાં ગંદકી કરતા આસામીઓ પાસેથી રૂા.23,050નો દંડ પણ વસુલવામાં આવ્યાનું સોલિડ વેસ્ટ વિભાગે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *