મનપા દ્વારા વધુ 57 વેપારીઓ પાસેથી વધુ 4.53 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપાયું

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ રૂલ્સ અંતર્ગત ત્રણેય ઝોન વિસ્તારનાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણેય ઝોનમાંથી કુલ 57 વેપારીઓ પાસેથી 4.535 કીલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ. 14,800નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. જેમાં સેન્ટ્રલ ઝોનમાંથી રૂ. 3800, તેમજ વેસ્ટ ઝોનમાંથી રૂ. 5,850 અને ઇસ્ટ ઝોનમાંથી રૂ5150 વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *