રાજકોટ મહાનગરપાલિકામાં નોંધાયેલા આંકડા મુજબ છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 2 તો ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે. જ્યારે ચાલુ વર્ષ 27 દિવસમાં ડેન્ગ્યુના 3, ચિકનગુનિયાના 2 તો મેલેરિયાનો 1 કેસ નોંધાઈ ચૂક્યો છે. મનપાએ 32,541 ઘરોમાં પોરાનાશક કામગીરી કરી છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 1060 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. જેમાં શરદી – ઉધરસના કેસ સૌથી વધુ 946 તો સામાન્ય તાવના 829 કેસ નોંધાઈ ચૂક્યા છે.
સાફસફાઈના અભાવના કારણે મચ્છરની ઉત્પતિ વધી જાય છે મચ્છરનું જીવનચક્ર ટૂંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ ઘણી વધી જાય છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.