રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને નૂતન વર્ષનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર સહિતના પદાધિકારીઓ અને મ્યુ. કમિશ્નર દેવાંગ દેસાઈ સહિતનાં અધિકારીઓ હાજર રહ્યા હતા અને મનપા કચેરીનાં તમામ કર્મચારીઓને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી.
આ તકે મેયર નયનાબેને અધિકારીઓને દૂધમાં સાકરની જેમ ભળી જઈને સાથે મળી પ્રજાના કામ કરવાની અપીલ કરી હતી અને સાથે નવા વર્ષમાં રાજકોટ શહેરનાં સર્વાંગી વિકાસ માટે કામ કરવા માટે અપીલ પણ મેયર દ્વારા કરવામાં આવી હતી.