મનપામાં સ્ટ્રીટલાઇટની 9 મહિનામાં 40985 ફરિયાદો નોંધાઈ

રાજકોટ મહાપાલિકામાં ડ્રેનેજ બાદ સૌથી વધુ ફરિયાદો સ્ટ્રીટલાઇટ વિભાગમાં મળી રહી છે. જનરલ બોર્ડમાં રજૂ કરાયેલા આંકડા મુજબ 1-4-25થી 31-12-25 દરમિયાન શહેરમાં એલઇડી લાઇટને લગતી કુલ 40985 ફરિયાદો નોંધાઈ છે. આ ફરિયાદોમાં સૌથી વધુ વોર્ડ નં.13માં 3624 અને સૌથી ઓછી વોર્ડ નં.2માં 1109 ફરિયાદોનો સમાવેશ થાય છે.

તંત્રના જણાવ્યા અનુસાર નોંધાયેલી તમામ ફરિયાદોનું સમયસર નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે. શહેરમાં હાલ કુલ 79964 સ્ટ્રીટલાઇટ છે, જેમાં ચાલુ નાણાકીય વર્ષમાં ડિસેમ્બર સુધીમાં નવી 1539 લાઈટોનો ઉમેરો કરાયો છે. સૌથી વધુ 7065 લાઈટો વોર્ડ નં.3માં આવેલી છે.

ફરિયાદોના પ્રકાર પર નજર કરીએ તો સૌથી વધુ 25257 ફરિયાદો વ્યક્તિગત લાઈટ બંધ હોવાની અને 13451 ફરિયાદો આખો વિસ્તાર બંધ હોવાની નોંધાઈ હતી. આ ઉપરાંત એંગલ બદલવા માટે 545, ડેમેજ લાઈટની 901 અને શોર્ટસર્કિટની 251 ફરિયાદો સામેલ છે. મનપા દ્વારા મેન્ટેનન્સ માટે અલગ-અલગ એજન્સીઓને કામ સોંપાયું હોવા છતાં ફરિયાદોનું પ્રમાણ ચિંતાજનક રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *