મનપામાં સિટી ઇજનેરની જગ્યા છ ખાલી, અરજીઓ આવી 352

રાજકોટ મહાનગરપાલિકામાં સિટી ઈજનેરની 6 જગ્યા ખાલી છે. જે ભરવા માટેની અરજી મગાવવામાં આવી હતી. ખાલી પડેલી 6 જગ્યા માટે કુલ 352 ઉમેદવારોએ અરજી કરી છે.

જ્યારે કાર્યપાલક ઈજનેરની 1 જગ્યા સામે 80 ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે. સિટી ઇજનેરની ખાલી પડેલી જગ્યા માટે જે ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે તેની હવે ચકાસણી કરવામાં આવશે.

મહાનગરપાલિકા દ્વારા ખાલી પડેલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી હતી અને અરજદારો પાસેથી અરજી મગાવવામાં આવી હતી. જે જગ્યા ખાલી પડી છે તેમાં એડિશનલ સિટી એન્જિનિયર માટે બે, સિટી એન્જિનિયર માટે બે,એડિશનલ સિટી એન્જિનિયર અને કાર્યપાલક ઇજનેરોની એક મળી કુલ 6 જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી હતી.

ખાલી પડેલી જગ્યા પર કોર્પોરેશનના હાલના ઈજનેરો અને બહારના ઉમેદવારો પણ આ જગ્યા પર અરજી કરવાનો નિર્ણય જાહેર કરાયો હતો.

કાર્યપાલક ઈજનેરની જગ્યા તો લાંબા સમયથી ખાલી પડી છે. જુદા-જુદા અધિકારીઓએ વીઆરએસ લઇ લીધા બાદ ત્રણે-ત્રણ ઝોનમાં હાલ ઇન્ચાર્જ છે.

એડિશનલ સિટી ઈજનેરની જગ્યા માટે 71, સિટી ઈજનેર સ્પેશિયલ માટે 60, એડિશનલ સિટી ઈજનેર મિકેનિકલની જગ્યા માટે 141 અને કાર્યપાલક ઇજનેરની 1 જગ્યા માટે 80 અરજી આવી છે. ઉમેદવારોની ભરતી પ્રક્રિયા આગળ વધે તે પહેલા શુક્રવારે ઉમેદવારોને ડોક્યુમેન્ટ ચકાસણી માટે બોલાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *