રાજકોટ મનપાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 47 આસામીઓ પાસેથી કુલ 3.55 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી 13,300નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. જેમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અન્વયે 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ-અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવા તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન કુલ 47 આસામીઓ પાસેથી 3.55 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી ગંદકી કરતા આસામી પાસેથી 13,300નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
મનપા દ્વારા વધુ 15 મિલકતો સીલ કરીને 5ને નોટિસ અપાઈ રાજકોટ મનપાની વેરા વસુલાત શાખાએ રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે લોહાણાપરા મેઈન રોડ, વિદ્યાનગર મેઈન રોડ, રજપૂતપરા અને પંચનાથ પ્લોટ વિસ્તારમાં કુલ 15 મિલ્કતોને સીલ કરી હતી. જયારે, પાંચ મિલ્કતધારકોને નોટીસો ફટકારી હતી ને 60.95 લાખની વસુલાત કરવામાં આવી હતી. આ દરમિયાન ધ્રુવનગરમાં એક યુનિટ, લોહાણાપરાનાં રઘુનાથજી આર્કેડમાં ફર્સ્ટ ફલોર ઉપર 6 તથા ગ્રાઉન્ડ ફલોર ઉપર એક દુકાનને અને લોહાણાપરા મેઈન રોડ ઉપર રઘુવીર ભુવનને બાકી વેરા અંગે ‘સિલ’ મારી દેવાયું હતું. જયારે વિદ્યાનગર મેઈન રોડ ઉપર બે મિલકત અને રજપૂતપરામાં એક યુનિટને તથા પંચનાથ પ્લોટમાં આવેલ પેસિફીક ફોર્ચ્યુનના પાંચમાં અને સાતમા માળે બે ઓફીસોને ‘સિલ’ કરાઈ હતી. તેમજ કોઠારીયા કોલોનીમાં 1 યુનિટ સિલ કરી દેવાયું હતું. બાપુનગરના ઉર્વી કોમ્પ્લેક્ષમાં આવેલ પાંચ યુનિટને નોટીસ ફટકારી હતી. આમ આજે 15 મિલકતોને સીલ કરી 5 મિલકત ધારકોને નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાં કુલ રૂ. 60.95 લાખની વસુલાત થઈ હતી.