રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન જામનગર રોડ- નાગેશ્વર તથા રેલનગર વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 41 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 24 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 35 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ નીચે મુજબ વિગતે કુલ 10 નમૂના લેવામાં આવ્યા હતા. (1)ચા (પ્રિપેર્ડ-લુઝ): સ્થળ- નકલંક ટી-સ્ટોલ, સ્વામિનારાયણ મંદિર સામે, કાલાવડ રોડ, રાજકોટ.(2)ખાંડ (લુઝ): સ્થળ- નકલંક ટી-સ્ટોલ, સ્વામિનારાયણ મંદિર સામે, કાલાવડ રોડ, રાજકોટ.(3)ચા ભૂકી (લુઝ): સ્થળ- નકલંક ટી-સ્ટોલ, સ્વામિનારાયણ મંદિર સામે, કાલાવડ રોડ, રાજકોટ.(4)મિક્સ દૂધ (લુઝ): સ્થળ- નકલંક ટી-સ્ટોલ, સ્વામિનારાયણ મંદિર સામે, કાલાવડ રોડ, રાજકોટ.(5)ચા (પ્રિપેર્ડ-લુઝ): સ્થળ- જય સિયારામ હોટલ, સાંઈબાબા કોમ્પ્લેક્ષ, કે.કે.વી. હોલ પાસે, કાલાવડ રોડ, રાજકોટ.(6)ખાંડ (લુઝ): સ્થળ- જય સિયારામ હોટલ, સાંઈબાબા કોમ્પ્લેક્ષ, કે.કે.વી. હોલ પાસે, કાલાવડ રોડ, રાજકોટ.(7)ચા ભૂકી (લુઝ): સ્થળ- જય સિયારામ હોટલ, સાંઈબાબા કોમ્પ્લેક્ષ, કે.કે.વી. હોલ પાસે, કાલાવડ રોડ, રાજકોટ.(8)ચા (પ્રિપેર્ડ-લુઝ): સ્થળ- ખેતલા આપા ટી & પાન સ્ટોલ, તુલસી કોમ્પ્લેક્ષ, પરિમલ સ્કૂલ પાસે, કાલાવડ રોડ, રાજકોટ.(9)ખાંડ (લુઝ): સ્થળ- ખેતલા આપા ટી & પાન સ્ટોલ, તુલસી કોમ્પ્લેક્ષ, પરિમલ સ્કૂલ પાસે, કાલાવડ રોડ, રાજકોટ. (10)ચા ભૂકી (લુઝ): સ્થળ- ખેતલા આપા ટી & પાન સ્ટોલ, તુલસી કોમ્પ્લેક્ષ, પરિમલ સ્કૂલ પાસે, કાલાવડ રોડ, રાજકોટ.