મનપાના હવે દરેક પ્રશ્નોનું નિરાકરણ AI કરશે

મનપાના બજેટમાં હવે તમામ પ્રશ્નોનું નિરાકરણ માટે AI(આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)નો ઉપયોગ કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, મનપાના સિવિક સેન્ટરો પર અરજદારોની લાંબી લાઇનો લાગે છે તેને ભૂતકાળ બનાવવા હવે એઆઇનો ઉપયોગ કરાશે. જેથી અરજદારને ઘેર બેઠા જ તેમનો વારો કયા દિવસે છે, તેમજ જે દિવસે તેમનો વારો આવવાનો હોય ત્યારે અમુક સમય પહેલા જ એઆઇ તેમને કચેરીએ પહોંચી જવા સૂચિત કરશે તે પ્રકારનું આયોજન છે.

હાલમાં લોકોને પોતાના મિલકત વેરા નંબર, પાણી વેરા નંબર, પ્રોફેશનલ ટેક્સ નંબર, સ્પોર્ટસ યુટીલિટી, પાસ નંબર, મનપામાં કરેલી ફરિયાદોના નંબર, આવાસ યોજનાના કવાર્ટર નંબર, વ્હિકલ ટેક્સ રસીદ નંબર વિગેરે યાદ રાખવા પડે છે જેના કારણે નાગરિકો ઘણી મુશ્કેલી અનુભવે છે. તેથી એઆઇના ઉપયોગ વડે નાગરિકો માટે એક સેલ્ફ સર્વિસ પોર્ટલ બનાવવામાં આવશે જેમાં ફક્ત મોબાઇલ નંબર દાખલ કરવાથી ઉપરોક્ત તમામ સેવાઓ ડેશબોર્ડ પર ડિસ્પ્લે થશે.

મનપાની જુદી-જુદી સેવાઓ મેળવવા માટે ભરવા પડતા ફોર્મને એઆઇના ઉપયોગ કરી ભરી શકાશે.આ ઉપરાંત શહેરના રોડ-રસ્તાની સ્થિતિ જાણવા પણ AIનો ઉપયોગ કરવામાં આવનાર છે. જેમાં કોઇપણ વિસ્તારનો રસ્તો બનશે તો તેની તમામ વિગત લોકોને મળી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *