રાજકોટ મનપા સિવિક સેન્ટરમાં આધાર કાર્ડ સહિતની કામગીરીમાં આજે જુલાઈ માસનો અંતિમ દિવસ અને બુધવારની રજાને લીધે અરજદારોની લાંબી કતારો લાગી હતી. આજે સવારે ઉઘડતી ઓફિસે અરજદારો નિયત સમય પહેલાં જ કતારોમાં ગોઠવાયા હતા. અને સિવિક સેન્ટર ખુલતાની સાથે જ આધારકાર્ડ અને અન્ય દાખલા કઢાવવાની કામગીરી આગળ ધપી હતી. આજે શ્રમિક વર્ગ અને અન્ય ખાનગી કંપની કારખાનામાં રજા હોવાથી અરજદારો મોટી સંખ્યામાં સિવિક સેન્ટરમાં ઉમટતા બપોર સુધી લાંબી કતારો જોવા મળી હતી. દિવસભર કામગીરી ચાલી હતી.