ભગવતીપરાના શિવમપાર્કમાં રહેતા દબાણ હટાવ શાખાના ઇન્સપેક્ટર સાહેજાન અભરામભાઇ સેરસિયા (ઉ.વ.48)અે બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશી ઇમ્તિયાઝ ઉર્ફે ખાન યુસુફ પઠાણનું નામ આપ્યું હતું. સાહેજાન સેરસિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે શુક્રવારે સવારે પોતાના ઘરે હતા ત્યારે પાડોશી યુસુફભાઇ અને ઇમ્તિયાઝ પઠાણ વચ્ચે સાર્વજનિક પ્લોટમાં કાર પાર્ક કરવાના મુદ્દે તકરાર ચાલતી હોય સાહેજાન ત્યાં પહોંચ્યા હતા અને પાડોશીઅોને ઝઘડો ન કરવા સમજાવ્યા હતા.
ઝઘડો શાંત કરવા વચ્ચે પડેલા સાહેજાનને ઉશ્કેરાયેલા ઇમ્તિયાઝે ધક્કો માર્યો હતો અને ઇમ્તિયાઝે પાડોશી યુસુફભાઇ તથા તેના પત્ની સહિતનાઓને ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું, સાહેજાને મહિલાઓને ગાળો નહીં દેવાનું કહેતા ઇમ્તિયાઝ વધુ ઉશ્કેરાયો હતો અને તેણે ઘરમાંથી તલવાર લાવી તલવારનો ઘા શાહેજાનને ઝીંકી દીધો હતો,