મનપાના ડેપ્યુટી કમિશનર બનવા 7માંથી 5 ઉમેદવારોએ આપ્યા ઇન્ટરવ્યૂ

રાજકોટ મનપામાં ડેપ્યુટી કમિશનરની એક જગ્યાની ભરતી માટે સોમવારે સિલેક્શન કમિટી દ્વારા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આ‌વ્યા હતા. જેમાં સાત ઉમેદવારમાંથી પાંચ ઉમેદવાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઇન્ટરવ્યૂનું પરિણામ હવે જાહેર થશે. આ ઇન્ટરવ્યૂ સાત સભ્યની કમિટી દ્વારા લેવામાં આવ્યા હતા.

મનપાના ઇસ્ટ ઝોનમાં ડેપ્યુટી કમિશનરની એક ખાલી જગ્યા ભરવા માટે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જાહેરાત આપ્યા બાદ મનપામાં ફરજ બજાવતા હર્ષદ પટેલ, સમીર ધડુક, રાજીવ ગામેતી, મનીષ વોરા, કાશ્મીરા વાઢેર, વિપુલ ધોણિયા અને એચ.પી.રૂપારેલિયાએ અરજી કરી હતી.

આ ઉમેદવારોના આજે સિલેક્શન કમિટીના સભ્યો દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. ઇલેક્શન કમિટીના સભ્યો તરીકે ઇન્ટરવ્યૂ લેવામાં જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર, ચીફ ઓડિટર સહિત સાત સભ્ય ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *