મનપાના કાર્યક્રમોમાં વિવિધ વાનગીઓ પીરસવા ટેન્ડર જાહેર, ગુજરાતી, પંજાબી અને સાઉથ ઇન્ડિયન મેનુ

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષભર યોજાતા અનેક કાર્યક્રમો, સભાઓ (મિટિંગ), ઉત્સવો, સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ, વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત જેવા પ્રસંગો માટે નાસ્તા તેમજ ભોજનની વ્યવસ્થા કરવા વાર્ષિક કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આયોજનોમાં બહારથી આવતા ખેલાડીઓ, સ્ટાફ, નેતાઓ અને અધિકારીઓ સહિત લાભાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાવાળું ભોજન મળી રહે તે હેતુસર આ પગલું લેવામાં આવ્યું છે. આ વખતે મેનુમાં ગુજરાતી વાનગીઓની સાથે પંજાબી અને સાઉથ ઇન્ડિયન વાનગીઓનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે, જે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધતાપૂર્ણ ફૂડ સપ્લાય સુનિશ્ચિત કરશે. ટેન્ડર મુજબ, ગુજરાતી થાળીમાં રોટલી, પુરી, શાક, દાળ-ભાત, ફરસાણ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે પંજાબી થાળીમાં નાન, કુલચા, પંજાબી સબ્જી, દાલ ફ્રાય, જીરા રાઇસ અને સાઉથ ઇન્ડિયન મેનુમાં ઇડલી-સાંભાર, ઢોસા, મેંદુ વડા ઉપરાંત વિવિધ પ્રકારના પરાઠાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નાસ્તા માટે પણ સમોસા, પફ, દિલ્હી ચાટ, પાંઉભાજી અને પુલાવ જેવી વાનગીઓનું વિસ્તૃત લીસ્ટ તૈયાર કરીને કેટરર્સ પાસેથી ભાવો મંગાવવામાં આવ્યા છે. આવેલા ભાવોને મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મોકલવામાં આવશે.

અન્ય સમાચાર રાજકોટ કોઠારીયા રોડ સરદાર વલ્લભ પટેલનાં યજમાન પદે રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટસ ઓથોરોટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજીત જિલ્લા રમત ગમત અધિકારી રાજકોટ સંચાલિત રાજય કક્ષા (SGFI)અંડર 14, 17,19 ભાઈઓ બહેનો સ્વીમીંગ/ ડાઈવિંગ સ્પર્ધા તા.28 થી તા.1-11-25 સુધી આયોજન થતાં આજે જિલ્લા રમત ગમત અધિકારી વી.પી.જાડેજા સહિતના અધિકારીઓ કોચની ઉપસ્થિતિમાં ચેમ્પિયનશીપનો વિધિવત પ્રારંભ થયો હતો. રાજયકક્ષાની આ ચેમ્પિયન શીપમાં ભાઈઓ યુ.14માં 206, યુ.17માં 156 અને યુ.19માં 127 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. પાંચ દિવસની આ સ્પર્ધામાં રાજયનાં જુદા-જુદા જિલ્લાનાં સ્વીમરો પોતાનું કૌશલ્ય દાખવશે વિજેતાઓનુ ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ સાથે પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *