મનપાનાં 6 પ્લોટમાં રાસ-ગરબા માટે ટેન્ડર જાહેર

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના જુદા જુદા મેદાન અને પ્લોટ નવરાત્રી રાસોત્સવ માટે ભાડે આપવાના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. રેસકોર્સના ભાગ-1માં 12800 અને ભાગ-2માં 12723 ચો.મી. જમીન છે. નાના મવા ચોક પેટ્રોલ પંપ પાસેનો પ્લોટ 9438 અને સાધુ વાસવાણી રોડ રાજપેલેસ સામેનો પ્લોટ 5388 ચો.મી.નો છે. આ જગ્યાએ પ્રતિ ચો.મી. દૈનિક અપસેટ ભાડુ રૂા. 6 છે. રૈયા રોડ પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ બાજુના 3073 ચો.મી. અને અમીન માર્ગ કોર્નર ઝેડ બ્લુ સામેના 4669 ચો.મી.ના પ્લોટની અપસેટ કિંમત પ્રતિ ચો.મી. રૂા. 5 છે. ટેન્ડર ભરવાની છેલ્લી તા. 20-9 છે અને તા. 21-9ના સવારે ટેન્ડર ખોલવામાં આવનાર હોવાનું એસ્ટેટ વિભાગે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *