મનપાનાં સ્પોર્ટસ સંકુલોમાં 15098 સભ્યો, 65%થી વધુ નોંધણી માત્ર સ્વીમીંગ પુલોમાં થઈ

રાજકોટ મનપા હસ્તકના રેસકોર્સ અને મવડી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં સ્નાનાગાર સહિતની પ્રવૃત્તિમાં તા. 27-6થી રજીસ્ટ્રેશન શરૂ થઇ રહ્યા છે. તો રેસકોર્સ બાદ હવે પેડક રોડનો સ્વીમીંગ પુલ તા. 1 જુલાઇથી 9 મહિના માટે રીનોવેશન અર્થે બંધ રાખવા પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જુદી જુદી રમત-ગમત સુવિધામાં રેસકોર્સ સંકુલ સૌથી હિટ રહે છે. અલગ અલગ પાંચ રમતોમાં હાલ 4પ63 સભ્યો નોંધાયેલા છે. જેમાં 3158 સભ્યો માત્ર સિન્થેટીક ટ્રેકમાં છે. તો જુદા જુદા પાંચ સ્વીમીંગ પુલમાં દસ હજાર જેટલા સભ્ય નોંધાયેલા છે. જેમાં કાલાવડ રોડ અને કોઠારીયા રોડ સૌથી ટોપ પર છે.

મવડીમાં હવે સભ્યોની સંખ્યા નવી બેચથી વધે તેવી સંભાવના છે. મહાપાલિકા તંત્રએ રમત ગમત પ્રેમી લોકો માટે જાહેર કરેલી વિગતો મુજબ રેસકોર્ષ સંકુલ હસ્તકની રમતગમત સુવિધાઓનું માસિક, ત્રીમાસિક તથા સ્નાનાગારની સુવિધાઓનુ ત્રીમાસીક રજીસ્ટ્રેશન તથા નવનિર્મિત મવડી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ રમતગમત સુવિધાઓનું ત્રિમાસિક રજીસ્ટ્રેશન તા.27-6 શુક્રવારના રોજ સવારે 11:00 કલાકથી www.rmc.gov.in પરથી ઓનલાઇન તથા મહાનગરપાલિકા હસ્તકના તમામ સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફીસ ખાતે થઇ શકશે. ઉપરાંત શ્રી સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર, પેડક રોડમાં રિનોવેશન કાર્યવાહી હાથ ધરવાની હોય આ આ સ્નાનાગાર તા.1-7 થી આગામી અંદાજિત 9 મહિના માટે બંધ રહેશે. અહીં પણ રેસકોર્સની જેમ પુલનું રીનોવેશન કરવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *