મનપાનાં ચોપડે કમળાનાં 4, ટાઇફોઇડનાં 2 કેસ નોંધાયા, ડેંગ્યુનાં 2 અને ચિકનગુનિયાના 1 સહિત વિવિધ રોગના 1745 દર્દી નોંધાયા

રાજકોટમાં વાતાવરણમાં બદલાવ થતા રોગચાળો વકર્યો છે. જેમાં પાણીજન્ય રોગો ટાઇફોઇડ અને કમળો પીછો છોડવા તૈયાર નથી. ચાલુ સપ્તાહે કમળાનાં વધુ 4 અને ટાઇફોઇડનાં પણ વધુ 2 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનાં 2 દર્દી સામે આવ્યા છે. તો ચિકન ગુનિયાનો પણ 1 કેસ નોંધાયો છે. સાપ્તાહિક આંકડા અનુસાર શરદી-ઉધરસ, તાવ, ઝાડા-ઉલટી સહિત વિવિધ રોગના ગત સપ્તાહના 1,555 સામે આ સપ્તાહે 1745 દર્દીઓ નોંધાયા છે. જેને લઈને આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. શહેરનાં વિવિધ વિસ્તારોમાં પાણીમાં ક્લોરીનેશની તપાસ તેમજ ફોગીંગ, પોરાનાશક કામગીરી વધુ ઝડપી કરવામાં આવી છે.

મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1,745 કેસ નોંધાયા પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. અને મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1,745 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસનાં 791 કેસ, ઝાડા-ઉલટીનાં 118 કેસ, સામાન્ય તાવનાં 827 કેસ નોંધાયા છે. અને જોખમી ટાઇફોઇડ તાવનાં 2 અને કમળાનાં પણ વધુ 4 કેસ નોંધાયા હતા. મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનાં 4 કેસ, ચિકનગુનિયા 1 કેસ નોંધાયો હતો. જોકે આ આંકડાઓ માત્ર સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈએ તો દર્દીનો કુલ આંકડો 8,500 કરતા પણ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *