મધ ચખાડવાથી નવજાતને મોતનો ખતરો, ડોક્ટરોએ આપી ચેતવણી

બની શકે છે કે, આજે આપણે જે કરી રહ્યા છીએ, આવનારા 40 કે 50 વર્ષમાં લોકોને તે વિચિત્ર લાગશે? આવુ બની શકે છે. આવો આ વાતને એક ઉદાહરણ દ્વારા સમજીએ. અત્યાર સુધી તમે પણ જોયું જ હશે કે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે ડોક્ટરો તેને ઊંધું પકડી રાખતા હતા અને પછી બાળકને થપ્પડ મારીને રડાવતા હતા. પરંતુ હવે આ બિલકુલ કરવામાં આવતું નથી. બીજી ઘણી વસ્તુઓ છે, જે સમય સાથે બદલાઈ છે.

બાળકનો જન્મ થતાં જ તેને મધનો સ્વાદ ચખાડવામાં આવે છે. કદાચ તમે પણ જ્યારે નવજાત હતા ત્યારે તમારા માતા-પિતા કે તેમના વડીલોએ તમને મધ ખવડાવ્યું હશે.પરંતુ હવે ડોક્ટરોએ મનાઈ કરી છે. આવો નિષ્ણાતો પાસેથી જાણીએ કે, શા માટે નવજાત શિશુને મધ ન આપવું જોઈએ. આ સાથે નિષ્ણાતો પાસેથી એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે બાળકને કઈ ઉંમરે મધ ચાખવું જોઈએ.

નવજાત બાળકને મધ કેમ ચટાડવામાં આવે છે?
વાસ્તવમાં, નવજાત બાળકોને મધનો સ્વાદ ચખાડવો એક સંસ્કાર વિધિ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, મધ સખત મહેનતનું પરિણામ છે. નવજાત બાળકોને મધ ચાટવાથી બાળકના જીવનમાં મધ જેવું સુખ અને મધુરતા રહે તેવી કામના કરવામાં આવે છે. આ તો ધાર્મિક વિધિઓની વાત છે પરંતુ આવો તમને જણાવીએ કે, નવજાત બાળકોને મધ કેમ ન ચાટવું જોઈએ.

મધમાં ખતરનાક બેક્ટેરિયા
એક કારણ એ છે કે બજારોમાં મળતા મધમાં ઘણા બધા કેમિકલ હોય છે. બીજું કારણ એ છે કે મધમાં એવા બેક્ટેરિયા હોય છે, જે નવજાત શિશુમાં બોટ્યુલિઝમ નામની બીમારીનું કારણ બની શકે છે. તેના કારણે બાળકોના મોતનો પણ ખતરો રહે છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ, મધમાં બેક્ટેરિયા હોઈ શકે છે જે શિશુમાં બોટ્યુલિઝમનું કારણ બની શકે છે. એટલા માટે 12 મહિનાથી નાના બાળકોને એટલે કે એક વર્ષ સુધી મધ ન ખવડાવો. મધ 1 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે સલામત છે.

બોટ્યુલિઝમ બીમારી શું છે?
સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, બોટ્યુલિઝમએ એક દુર્લભ પરંતુ ખતરનાક બીમારી છે જે ઝેરને કારણે થાય છે. આ ઝેર પોતે જ શરીરના જ્ઞાનતંતુઓ પર હુમલો કરે છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ, માંસપેશીઓનો લકવો અને મૃત્યુનું પણ જોખમ રહેલું છે. આ ઝેર ક્લોસ્ટ્રિડિયમ બોટ્યુલિનમ અને ક્યારેક ક્લોસ્ટ્રિડિયમ બ્યુટિરિકમ અને ક્લોસ્ટ્રિડિયમ બેટરી બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થાય છે. આ બેક્ટેરિયા ખોરાક, ઘા અને શિશુના આંતરડામાં ઝેરનું ઉત્પાદન કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *