મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં ટ્રક સાથે અથડામણ બાદ બસ પલટી ગઈ. અકસ્માતમાં બંને વાહનોના ડ્રાઈવર સહિત 10 લોકોનાં મોત થયા છે, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. એક મુસાફરનો હાથ કપાઈને અલગ થઈ ગયો, કેટલાકના માથા ફાટ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત ગુરુવારે સાંજે લગભગ 6:30 વાગ્યે ઉમરાનાલા વિસ્તારમાં થયો હતો. બસમાં 41 લોકો સવાર હતા. તે છિંદવાડાથી ઉમરાનાલા તરફ જઈ રહી હતી.
જણાવવામાં આવ્યું છે કે બસ સૌંસરમાં આયોજિત હિતગ્રાહી સંમેલનમાંથી પરત ફરી રહી હતી. જેમાં મુખ્યમંત્રી ડો. મોહન યાદવ પણ સામેલ થયા હતા. ઘટનાસ્થળે ડોકટરોની ટીમ અને પોલીસ, રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે. તમામ ઘાયલોને પ્રાથમિક સારવાર બાદ જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.