મથુરા, અયોધ્યા, હરિદ્વાર જતી ટ્રેન હાઉસફુલ, ST દોડાવશે સ્પેશિયલ બસ

રંગોના પર્વ હોળી-ધુળેટીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં તહેવારનો માહોલ જામ્યો છે. એક તરફ હરવા-ફરવાના શોખીન સહેલાણીઓએ ધાર્મિક સ્થળો તરફ દોટ મૂકી છે, તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં પરસેવો પાડી મજૂરી કરતા શ્રમિકો પોતાના વતનમાં હોળી મનાવવા માટે થનગની રહ્યા છે. આ ભારે ધસારાને પહોંચી વળવા રેલવે અને એસ.ટી. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મથુરા, અયોધ્યા, હરિદ્વાર જતી ટ્રેન હાઉસફુલ થઇ છે. કેટલીક ટ્રેનમાં બુકિંગ બંધ કરવા પડ્યા છે. શ્રમિકો માટે ST સ્પેશિયલ બસ દોડાવાશે.

રાજકોટથી લાંબા અંતરની ટ્રેનમાં અત્યારથી જ પગ મૂકવાની જગ્યા નથી. મુસાફરોની હાલાકી દૂર કરવા માટે રેલવે તંત્ર દ્વારા સેકન્ડ સ્લીપર અને એસી કોચમાં વધારાના ડબ્બાઓ જોડવામાં આવ્યા છે. હાલ યાત્રિકોને કન્ફર્મ સીટ મળવી મુશ્કેલ બની છે.હજારો શ્રમિકો દર વર્ષે આ સમયે વતન પંચમહાલ, દાહોદ અને ગોધરા તરફ પ્રયાણ કરે છે. જેના માટે એસટી એકસ્ટ્રા બસ દોડાવશે.

ખાનગી વાહનોમાં પણ ટ્રાફિક : માત્ર સરકારી પરિવહન જ નહીં, પરંતુ ખાનગી ટ્રાવેલ્સની બસમાં પણ અત્યારથી જ બુકિંગ ફુલ જોવા મળી રહ્યું છે. હાઈવે પર હોળીના વેકેશનને કારણે ટ્રાફિક વધવાની સંભાવના જોતા ટ્રાફિક પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *