મણિપુર: શાળાઓમાં 90% સુધી બાળકો ગેરહાજર રહ્યાં

મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે 1લીથી 8મી સુધીની શાળાઓ બે મહિના પછી બુધવારે ખૂલી. જોકે, મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓમાં હાજરી ઓછી રહી હતી. વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ સરકારના વર્ગો ફરી શરૂ કરવાના નિર્ણયને આવકાર્યો છે. સાથે જ તેમણે બાળકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી. અધિકારીઓએ જણાવ્યું હતું કે કુલ 4,521 શાળાઓમાં સરેરાશ 20 ટકા વિદ્યાર્થીઓ જ આવ્યા હતા.

શિક્ષણ વિભાગના એક અધિકારીએ ઓછી હાજરી માટે હિંસા, વાહનવ્યવહાર અને માતા-પિતા તેમજ બાળકોમાં રહેલા ડરને જવાબદાર ગણાવ્યો છે. ઘણા વિદ્યાર્થીઓનું કહેવું છે કે રાજ્ય સરકારે તે નિર્ણય લેવો જોઈએ કે પરિસ્થિતિ તંગ રહે તોપણ શાળાઓ દરરોજ થોડા સમય માટે ખૂલવી જોઈએ.

વાલીઓનું કહેવું છે કે વિદ્યાર્થીઓની સુરક્ષાની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. વાંગખેઈ હાઈસ્કૂલના મુખ્ય શિક્ષક આર.કે. રંજીથાદેવીએ જણાવ્યું હતું કે મે મહિનામાં શાળા બંધ થવાને કારણે મોટા ભાગના વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. શાળાના પ્રથમ દિવસે હાજરી માત્ર 10% જ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *