મણકાના દુઃખાવાથી કંટાળી ફાંસો ખાઇ યુવકનો આપઘાત

ભાવનગર રોડ પર આવેલા ગંજીવાડા-36માં રહેતા રામજીભાઇ દેદાભાઇ સોરાણી (ઉ.વ.43)એ વહેલી સવારે ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેને સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ટૂંકી સારવાર બાદ યુવકનું મોત થયું હતું.

બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર રામજીભાઇ કારખાનામાં મજૂરી કરતાં હતાં. સંતાનમાં એક દીકરો અને બે દીકરી છે. પરિવારે જણાવ્યા મુજબ મણકાનો દુઃખાવો હોય અગાઉ ઓપરેશન કરાવ્યું હતું. આમ છતાં રાહત થતી ન હોય જેથી આ પગલું ભરી લીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *