ગોંડલ માર્કેટિંગયાર્ડમાં ત્રણ દિવસની રજાઓ બાદ કામકાજ શરૂ થયું છે. સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની ઉપજ લઈને પહોંચ્યા હતા.
યાર્ડમાં ચણાની 20 થી 22 હજાર કટ્ટાની આવક નોંધાઈ છે. મગફળીની 15 થી 17 હજાર ગુણી આવક થઈ છે. ધાણાની 20 હજારથી વધુ ગુણી અને લાલ ડુંગળીની 15 થી 17 હજાર કટ્ટાની આવક થઈ છે.
હરરાજીમાં 20 કિલોના ચણા 1000થી 1111 રૂપિયામાં વેચાયા છે. મગફળી 700થી 1456 રૂપિયામાં વેચાઈ છે. ધાણા 851થી 1511 રૂપિયામાં વેચાયા છે. લાલ ડુંગળી 100થી 230 રૂપિયામાં વેચાઈ છે.