મંગેતર સગર્ભા બનાવી નાસી જતા યુવતી કુંવારી માતા બની

રાજકોટ જિલ્લાના શાપર પંથકમાં પરિવાર સાથે રહેતી 20 વર્ષીય યુવતી સતત બે શખ્સોના ભોગ બની જેમાં સગા પિતાએ દુષ્કર્મ ગુજાર્યું હતું. જેમાં આરોપી પિતાએ જેલમાં એસિડ પી આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ તેના વતનના યુવક સાથે તેની સગાઇ થઇ હતી જેમાં તેણે પણ અવાર-નવાર દુષ્કર્મ આચરી સગર્ભા બનાવી તેના વતન નાસી ગયો હોય. યુવતી કુંવારી માતા બની હતી. તેણે રાજકોટની હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. જે નવજાતનુ સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.

શાપર-વેરાવળ પંથકમાં રહેતી સગર્ભા યુવતીને ઝનાના હોસ્પિટલમાં ખસેડાઇ હતી તે કંુવારી હોય પોલીસને જાણ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસની પૂછતાછમાં યુવતીની માતાએ જણાવ્યું હતું કે યુવતીની સગાઇ થઇ હતી તે દરમિયાન તેના મંગેતર તેને અવારનવાર દુષ્કર્મ આચરી તેની માતાને લઇને વતન નાસી ગયો હતો. બાદમાં તપાસ કરતા યુવતી સગર્ભા બની હોવાની છ માસ બાદ જાણ થઇ હતી. બાદમાં ગર્ભપાત થઇ શકે તેમ ન હોવાનું જણાવ્યું હતું. દરમિયાન યુવતીને પેટમાં દુ:ખાવો થતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જેમાં તેને પુત્રીને જન્મ આપ્યો હતો. નવજાતને સારવાર માટે ખસડાતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અગાઉ યુવતી પર તેના પિતાએ દુષ્કર્મ આચર્યું હતું જેમાં તેના પિતા સામે પોલીસે ગુનો નોંધી જેલહવાલે કર્યો હતો જેમાં તેના પિતાએ જેલમાં આપઘાત કરી લીધો હતો. બાદમાં તેના મંગેતરે યુવતી સાથે દુષ્કર્મ આચરી તેના વતન નાસી ગયો હોય અગાઉ શાપર પોલીસને જાણ કરી હોવાનું બહાર આવતા પોલીસે કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *