શહેરના ગાંધીગ્રામ વિસ્તારની અલ્કાપુરીમાં રહેતા વેપારી પરિવારની આઠ વર્ષની પુત્રી અને તેની ફઇ પાંચ દિવસથી ભેદી સંજોગોમાં લાપતા થઇ ગયા છે. પોલીસે આ ફઇ ભત્રીજીને શોધી કાઢવા વિવિધ દિશામાં તપાસ આગળ ધપાવી છે.
અલ્કાપુરીમાં રહેતા રિયાઝભાઇ ફિરોઝભાઇ માખાણીની આઠ વર્ષની પુત્રી અનાયા અને તેમના બહેન રીમાબેન ફિરોઝભાઇ માખાણી ગત તા.24ની રાત્રીના આઠેક વાગ્યે ઘરેથી નીકળ્યા હતા. રીમાબેન તેમના ભાઇની કાર ચલાવતા હતા અને ભત્રીજીને તેમાં બેસાડી હતી. પુત્રી અનાયા ફઇ રીમાબેન સાથે કારમાં આંટો મારવા ગઇ હશે તેવું પરિવારજનોને લાગ્યું હતું, પરંતુ લાંબો સમય વીતવા છતાં ફઇ ભત્રીજી પરત નહીં આવતાં માખાણી પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
ફઇ ભત્રીજી ક્યાં છે અને શા માટે મોડું થયું તે જાણવા પરિવારના સભ્યોએ તે દિવસે ફોન કરતાં ફોન લાગ્યો હતો, પરંતુ ફોન રિસીવ થયો નહોતો અને ત્યારબાદ રીમાબેનનો મોબાઇલ સ્વિચ ઓફ થઇ ગયો હતો.