દોઢ દાયકા બાદ અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડી ફરી દર્શકોને હસાવવા માટે આવી રહી છે. ત્યારે ‘ભૂત બંગલા’ના આઈડિયા, શૂટિંગ અનુભવ અને કોમેડી-હોરરના સંતુલન ડિરેક્ટર અને સ્ટારકાસ્ટે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી. ડિરેક્ટર પ્રિયદર્શને જણાવ્યું કે, વાર્તાને ઘણી વાર ફરીથી લખીને તેને એક પરફેક્ટ એન્ટરટેઈનર બનાવવામાં આવી, જ્યારે અક્ષય કુમારે ફિલ્મમાં લોજિક અને રિયલ અપ્રોચ પર ભાર મૂક્યો.
વામિકા ગબ્બીએ કહ્યું કે, આ ફિલ્મે તેને શાંત રહીને કામનો આનંદ માણતા શીખવ્યું. શૂટિંગ દરમિયાનના રસપ્રદ કિસ્સાઓ અને પ્રૅન્ક્સ પણ સામે આવ્યા. સાથે જ, આજના સમયમાં કોમેડી, OTT, જનરલ Z ઓડિયન્સ અને AIના વધતા પ્રભાવ પર પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. ફિલ્મને અલગ ટ્રીટમેન્ટ અને ફ્રેશ અનુભવ આપવાનો દાવો કરવામાં આવ્યો છે.
‘ભૂત બંગલા’નો આઈડિયા મને પ્રોડ્યુસર તરફથી મળ્યો હતો. તેમણે એક સ્ટોરીલાઇન મોકલી હતી, જે મને ખૂબ જ રસપ્રદ લાગી. જ્યારે મેં તેને સાંભળી, ત્યારે લાગ્યું કે તેમાં એક ખૂબ જ સારો પ્લોટ છે અને તેને આગળ વિકસાવી શકાય છે. આ પછી અમે વાર્તા પર વારંવાર કામ કર્યું, તેને ફરીથી લખી, કારણ કે અમારો હેતુ હતો કે આ ફિલ્મ સંપૂર્ણપણે મનોરંજક બને.
જેમાં ભરપૂર કોમેડી પણ હોય અને હોરર પણ. આ સંતુલન બનાવવું સહેલું નથી હોતું, પરંતુ અમે તેને હાંસલ કરવાનો પ્રયાસ કર્યો. અક્ષય-એકતાએ આ આઈડિયા મને સંભળાવ્યો, પછી અમે તેને પ્રિયંક સરને સંભળાવ્યો અને આગળ મળીને તેને વિકસાવ્યો. આ પછી વાર્તાને એક અલગ રીતે ટ્રીટ કરવામાં આવી.
એમાં કોમેડી, હોરર અને સૌથી જરૂરી, લોજિક ઉમેરવામાં આવ્યું. અમે ખાસ ધ્યાન રાખ્યું કે, ફિલ્મમાં લોજિક મજબૂત રહે. આ જ પ્રક્રિયા પછી આ ફિલ્મ તૈયાર થઈ.