રાજકોટમાં દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ટંકારા તાલુકાના જીવાપર ગામનાં મુન્નાભાઈ વરુ નામના શખ્સે પરિણીતાને આજીડેમ ચોકડી પાસે મળવા બોલાવી હતી. પરિણીતા પોતાના પુત્ર સાથે ત્યાં પહોંચી હતી. જોકે આરોપીએ પુત્રને નજીકના મંદિરમાં મોકલી દીધો હતો. અને ભોગ બનનારને ક્રેટા કારમા બેસાડી હાઈ-વે પર લઈ ગયો હતો. જ્યાં નિર્જન રસ્તામાં કાર ઉભી રાખી પરિણીતાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલે પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મુન્નાભાઈ વરુને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.