રાજકોટ ભાવનગર હાઈવે પર આટકોટ પાસેથી પસાર થતી એક કાર પલટી ખાઈ ગઈ હતી.ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં આ સ્થિતિ સર્જાઇ હતી. બનાવની જાણ થતાં જ ઘટના સ્થળે સેવાભાવીઓ દોડી ગયા હતા અને કારમાં બેઠેલા મુસાફરોને સહીસલામત બહાર આવવામાં મદદ કરી હતી. રસ્તાની ગોળાઈ કાપી ન શકાઇ હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાની ભીતિ સર્જાઇ હતી. રાજકોટ ભાવનગર હાઇવે હવે તો એકદમ વ્યવસ્થિત અને ફોરલેન બની ગયો છે અને વાહન ચાલકો સુરક્ષિત ડ્રાઇવ કરે તો કોઇ જ તકલીફ ન પડે તેવું આયોજન માર્ગ અને મકાન વિભાગે કર્યું છે તેમ છતાં એ નક્કર હકિકત છે કે સપ્તાહમાં એક કે બે વાર આ રીતે કાર પલટી જવાના કિસ્સા સામે આવે જ છે.
સારા રસ્તાના લીધે દુર્ઘટનાઓની સંખ્યા ઘટવી જોઇએ તેના બદલે વધી રહી છે ત્યારે માર્ગ અને મકાન વિભાગે આત્મચિંતન કરવું જોઇએ તેવું નથી લાગતું?!