ભારત સુપર-8માં સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડીઝ સામે ટકરાશે

T20 વર્લ્ડ કપમાં સુપર-8 સ્ટેજની 7 ટીમો નક્કી થઈ ગઈ છે. છેલ્લી ટીમનો નિર્ણય બુધવારે પાકિસ્તાન-નામિબિયા મેચથી થશે. જો પાકિસ્તાન જીતશે તો ટીમ સુપર-8ના ગ્રુપ-2માં પહોંચશે. જો નામિબિયા જીતી જશે તો અમેરિકા ગ્રુપ-2માં પહોંચી જશે.

ટીમ ઇન્ડિયા ગ્રુપ-1માં રહેશે. જ્યાં તેનો સામનો સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વેથી થશે. ગ્રુપ-1માં પહેલા ઓસ્ટ્રેલિયાના આવવાની અપેક્ષા હતી, પરંતુ ટીમ લીગ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ છે. તેની જગ્યાએ ગ્રુપ-બીમાંથી ઝિમ્બાબ્વેએ સુપર-8ના ગ્રુપ-1માં ક્વોલિફાય કર્યું છે.

7 ફેબ્રુઆરીથી શરૂ થયેલી ટુર્નામેન્ટમાં 20 ફેબ્રુઆરી સુધી ગ્રુપ સ્ટેજના મુકાબલા રમાશે. 21 ફેબ્રુઆરીથી સુપર-8 સ્ટેજ શરૂ થશે. પહેલા દિવસે ન્યુઝીલેન્ડ સામે પાકિસ્તાન અથવા અમેરિકાનો મુકાબલો રમાશે. ગ્રુપ-2માં ન્યુઝીલેન્ડ ઉપરાંત ઇંગ્લેન્ડ અને શ્રીલંકાએ પણ ક્વોલિફાય કરી લીધું છે.

ભારતની પ્રથમ મેચ સાઉથ આફ્રિકા સામે

સુપર-8 સ્ટેજમાં 22 અને 26 ફેબ્રુઆરી તેમજ 1 માર્ચના રોજ 2-2 મેચ રમાશે. 20 થી 28 ફેબ્રુઆરી સુધીના બાકીના દિવસોમાં 1-1 મેચ જ રમાશે. ટીમ ઇન્ડિયા 22 ફેબ્રુઆરીએ અમદાવાદમાં સાઉથ આફ્રિકા સામે પ્રથમ મેચ રમશે. ટીમ પછી 26 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં ઝિમ્બાબ્વે સામે ટકરાશે. ભારતની છેલ્લી સુપર-8 મેચ 1 માર્ચના રોજ કોલકાતામાં વેસ્ટ ઇન્ડીઝ સામે હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *