ભારત સહિત વિશ્વભરમાં 2026ની શરૂઆત

ભારત સહિત દુનિયાભરમાં 2026નો પ્રારંભ થઈ ચૂક્યો છે. જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષાની વચ્ચે લોકોએ નવા વર્ષનું સ્વાગત કર્યું. દિલ્હીમાં મોટી સંખ્યામાં લોકો ઈન્ડિયા ગેટ પર એકઠા થયા અને કાઉન્ટડાઉન સાથે 12 વાગતા જ નવા વર્ષની ઉજવણી કરવા લાગ્યા.

ન્યૂઝીલેન્ડ નવા વર્ષનું સૌથી પહેલા સ્વાગત કરનારા પસંદગીના દેશોમાં સામેલ રહ્યું. દુનિયાના સૌથી પૂર્વી ભાગમાં સ્થિત હોવાને કારણે, ન્યૂઝીલેન્ડમાં સૌથી પહેલા નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. અહીં ઓકલેન્ડમાં આવેલા 240 મીટર ઊંચા સ્કાય ટાવર પર 12 વાગતા જ અંદાજે 3,500 ફટાકડા ફોડવામાં આવ્યા. સ્કાય ટાવર ન્યૂઝીલેન્ડની સૌથી ઊંચી બિલ્ડિંગ છે.

જાપાન, ચીન અને સિંગાપોરમાં આતશબાજી સાથે ન્યૂ યર સેલિબ્રેટ કરવામાં આવ્યું. સાઉથ કોરિયામાં એક મોટી ઘંટડી વગાડીને નવા વર્ષના પ્રારંભની જાહેરાત કરવામાં આવી. ઓસ્ટ્રેલિયાના સિડની હાર્બરમાં પરંપરાગત આતશબાજી જોવા માટે હજારો લોકો પહોંચ્યા. બીજી બાજુ, મેલબોર્નના આકાશમાં 7 મિનિટ સુધી થયેલી આતશબાજીએ શહેરને રોશનીથી ભરી દીધું.

દુનિયાભરમાં અલગ-અલગ ટાઇમ ઝોનને કારણે 29 દેશો એવા છે જે ભારત પહેલા નવા વર્ષનું સ્વાગત કરે છે. જેમાં કિરીબાતી, સમોઆ, ટોંગા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાપુઆ ન્યૂ ગિની, મ્યાનમાર, જાપાન, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ, નેપાળ સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *