8 માર્ચ, 2026એ દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ભારતે ભવ્ય જીત હાસંલ કરી T20 વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. ભારતની જીત સાથે જ ગુજરાતમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. રાજ્યમાં ઠેર ઠેર લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.
અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિતના મહાનગરોમાં ક્રિકેટરસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદના સિંધુભવન રોડ, શાસ્ત્રીનગર સહિતના વિસ્તારોમાં લોકો હાથમાં ત્રિરંગા સાથે પોતાના વાહનો પર નીકળી પડ્યા હતા અને ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવતા જોવા મળ્યા હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી બહાર નીકળતા લોકોએ બુમરાહ બુમરાહ અને ઇન્ડિયા ઇન્ડિયાના નારા લાગ્વા હતા.
સુરતના ભાગળ વિસ્તારમાં હાજરોની સંખ્યામાં સુરતીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. હાથમાં વલ્ડ કપની ટ્રોફ, ત્રિરંગા અને ભવ્ય આતશબાજી સાથે ભારતની જીતની ઉજવણી કરી હતી. જૂનાગઢ, ભાવનગર, પાટણ સહિતના શહેરોમાં પણ મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને ઢોલ નગારાના તાજે ઝૂમી ઉઠ્યા હતા. આ સાથે ભવ્ય આતશબાજી કરતા દિવાળી જેવા માહોલ જોવા મળ્યો હતો.