ભારત-યુરોપિયન યુનિયનમાં પ્રજાસત્તાક દિવસ પર વેપાર કરાર શક્ય

યુરોપિયન કમિશનના ચીફ ઉર્સુલા વોન ડેર લેયેને મંગળવારે જણાવ્યું હતું કે ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર થવા જઈ રહ્યો છે. આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ 200 કરોડ લોકો માટે નવું બજાર બનાવશે, જે વૈશ્વિક GDPના લગભગ 25 ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરશે.

ઉર્સુલાએ દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)માં તેને ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ ગણાવ્યો. તેઓ 25 થી 27 જાન્યુઆરી સુધી ભારતની મુલાકાતે રહેશે અને 27 જાન્યુઆરીએ યોજાનારી ભારત-EU સમિટમાં આ કરાર પૂર્ણ થવાની જાહેરાત કરવામાં આવી શકે છે.

આ મુક્ત વેપાર કરાર (FTA) બંને પક્ષો વચ્ચેના વેપારમાં ઘણો વધારો કરશે. EU સાથેનો વેપાર 2023-24માં $137.41 બિલિયન રહ્યો હતો, આ કરાર પછી બમણો થવાની અપેક્ષા છે.

કરારથી માલસામાન અને સેવાઓ પરના ટેરિફ ઘટશે, જેનાથી વેપાર સરળ બનશે. બંને પક્ષો એક સંરક્ષણ કરાર અને 2026-2030 માટેની વ્યૂહાત્મક યોજના પણ જાહેર કરશે.

ટ્રમ્પ ટેરિફ વચ્ચે ભારત-EU કરારની જાહેરાત

આ કરાર એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ટ્રમ્પની નવી ટેરિફ નીતિઓ અને વ્યાપારી પ્રતિબંધોએ વૈશ્વિક સપ્લાય ચેઇનમાં સમસ્યાઓ ઊભી કરી છે. અમેરિકાના ‘ટેરિફ વોર’થી ભારત અને યુરોપિયન યુનિયનના તમામ 27 દેશો પ્રભાવિત થયા છે.

આવી સ્થિતિમાં, બંને પક્ષોએ પરસ્પર વેપારને મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. ભારત યુરોપિયન દેશો સાથે કરાર કરીને ભારતીય ઉત્પાદનો વેચવા માટે નવા બજારો શોધી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *