રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે. ઝાલોદમાં કોંગ્રેસના હજારો કાર્યકર્તા દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.ઝાલોદમાં જાહેરસભાને સંબોધતા રાહુલ ગાંધીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, જાતિ આધારિત જનગણના અને અદાણીને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ્યા બાદ રાહુલ ગાંધીએ ઝાલોદમાં જાહેરસભાને સંબોધી હતી. જેમાં રાષ્ટ્રપતિને લઈ કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. રાહુલ ગાંધીએ ઉપસ્થિત લોકોને પૂછ્યું હતું કે, તમે રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જોયો હશે. રાષ્ટ્રપતિ આદિવાસી છે ને? તેનો ચહેરો ટીવી પર કોઈએ જોયો?, કેમ તેને શું ભૂલ કરી? આદિવાસી છે એટલે અંદર જવા ન દીધા. અંદર ફક્ત RSS વાળા હતા. ખેડૂત, મજૂર, દલિત, આદિવાસી નહીં જોયા હોય. અદાણી, અંબાણી, બોલિવૂડ, ક્રિકેટરો જોયા હશે.