ભારત કરતાં પાકિસ્તાન પાસે વધુ પરમાણુ બોમ્બ!

દુનિયાભરમાં પરમાણુ બોમ્બની વર્તમાન સ્થિતિના સંબંધમાં મોટો ખુલાસો થયો છે. પાકિસ્તાને છેલ્લા 12 મહિનામાં પરમાણુ વાૅર હેડના મામલામાં ભારતને પાછળ છોડી દેવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. બીજી ચોંકાવનારી બાબત એ છે કે ચીને ભારત કરતાં અઢી ગણા વધારે પરમાણુ બોમ્બ બનાવી લીધા છે. આંતરરાષ્ટ્રીય ડિફેન્સ થિન્ક ટેન્ક સિપરીના 2023ના નવેસરના અહેવાલમાં દાવો કરાયો છે કે પાકિસ્તાને ગયા વર્ષે 5 ન્યુક્લિયર વાૅરહેડ બનાવ્યા હતા. જ્યારે ચીને 60 બોમ્બ બનાવ્યા હતા. આની સાથે જ પાકિસ્તાનના બોમ્બની સંખ્યા 165થી વધીને 170 થઇ ગઇ છે.

રિપોર્ટમાં દાવો કરાયો છે કે ભારતે આ ગાળા દરમિયાન 4 બોમ્બ બનાવ્યા છે. આની સાથે જ તેના ન્યૂક્લિયર બોમ્બની સંખ્યા હવે 164 થઇ છે. કયા દેશની પાસે કેટલા પરમાણુ બોમ્બ છે તે બાબતનો અંદાજ લગાવી શકાય છે કોઇ પણ દેશ પોતાનાં પરમાણુ હથિયારો અંગે ખુલાસો કરતા નથી. સિપરીના અંદાજ લગાવવાની રીત ખૂબ જ પ્રામાણિક છે.

રશિયાની પાસે 5,889 ન્યૂક્લિયર વાૅરહેડ છે. જે પૈકી 1,674ને ડિપ્લોય કરાયા છે. બીજી બાજુ અમેરિકાની પાસે આશરે 5,244 ન્યૂક્લિયર વાૅરહેડ છે, જે પૈકી 1,770 ડિપ્લોય કરાયા છે.

ચીન દુનિયામાં ન્યૂક્લિયર વાૅરહેડ મામલામાં ત્રીજા સ્થાને છે. તેની પાસે 410 ન્યૂક્લિયર વાૅરહેડ છે. દુનિયામાં કુલ 12,512 પરમાણુ હથિયારો છે. જે પૈકી 3,844ને અમેરિકા, રશિયા, બ્રિટન અને ફાન્સે ડિપ્લોય કર્યા છે.ચીન પરમાણુ કાઉન્ટર ફોર્સ તૈયાર કરીને અમેરિકા કરતા પણ વધારે કુશળતા હાંસલ કરવાનાં પ્રયાસમાં છે. ચીનની દરિયાઇ ગતિવિધિ અને વિસ્તારવાદી નીતિનાં કારણે દુનિયાનાં દેશો પહેલાથી જ પરેશાન થયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *