ભારતે પ્રથમ ટી-20Iમાં ન્યૂઝીલેન્ડને 48 રને હરાવ્યું

ભારતે ન્યૂઝીલેન્ડને પ્રથમ ટી-20માં 48 રનથી હરાવીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બુધવારે નાગપુરમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 238 રન બનાવ્યા હતા. જવાબમાં કીવી ટીમ 190 રન જ બનાવી શકી હતી. અભિષેક શર્માએ 84 રન બનાવ્યા, જ્યારે વરુણ ચક્રવર્તી અને શિવમ દુબેને 2-2 વિકેટ મળી હતી.

VCA સ્ટેડિયમમાં ભારત તરફથી રિંકુ સિંહે 44, કેપ્ટન સૂર્યકુમાર યાદવે 32 અને હાર્દિક પંડ્યાએ 25 રન બનાવ્યા હતા. અર્શદીપ સિંહ, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલને 1-1 વિકેટ મળી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી જેકબ ડફી અને કાઇલ જેમિસને 2-2 વિકેટ લીધી હતી. બેટિંગમાં ટીમ તરફથી માર્ક ચેપમેને 39 રન બનાવ્યા હતા. બીજી ટી-20 રાયપુરમાં 23 જાન્યુઆરીએ રમાશે.

ભારત (IND): સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી.

ન્યૂઝીલેન્ડ (NZ): મિચેલ સેન્ટનર (કેપ્ટન), રચિન રવીન્દ્ર, ડેવોન કોનવે (વિકેટકીપર), ટિમ રોબિન્સન, ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન (વિકેટકીપર), ક્રિસ્ટિયન ક્લાર્ક, કાઇલ જેમીસન, ઈશ સોઢી અને જેકબ ડફી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *