ભારતે કહ્યું- UNSCને 21મી સદી માટે યોગ્ય બનાવો

ભારતે ફરી એકવાર UNSCમાં ફેરફારનો મુદ્દો ઉઠાવ્યો છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે કહ્યું- ગ્લોબલ સાઉથના દેશો UNSCમાં બેઠક વિના, અધિકાર વિના અને અવાજ વિના આવે છે અને પછી જતા રહે છે. અમે આ સ્વીકારી શકતા નથી.

રુચિરાએ કહ્યું- UNSCના મોટા ભાગના સ્થાયી સભ્યો પોતે માને છે કે કાઉન્સિલમાં વધુ સભ્યોનો સમાવેશ કરીને જ એને 21મી સદી માટે લાયક બનાવી શકાય છે. આપણે એ સમજવાની જરૂર છે કે જે દેશ હાલમાં યુએનએસસીના સ્થાયી સભ્યો છે તેઓ 20મી સદીના રાજકારણના આધારે ચૂંટાયા હતા, પણ હવે જમાનો બદલાઈ ગયો છે.

ભારતીય પ્રતિનિધિએ કહ્યું- આવી સ્થિતિમાં કાઉન્સિલમાં સ્થાયી સભ્યોના કોન્સેપ્ટને નવો તર્ક આપવા માટે બદલવો પડશે. કાયમી સભ્યોની યાદીમાં નવા દેશોનાં નામ ઉમેરીને જ કાઉન્સિલને અસરકારક બનાવી શકાય છે. આ સિવાય ભારતે યુએનએસસીમાં સુધારા માટે રજૂ કરાયેલા યુનાઈટિંગ ફોર કન્સેન્સસ (યુએફસી) મોડલ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

યુએફસીમાં 12 દેશ અને 2 નિરીક્ષક છે, જેમાં ચીનનો સમાવેશ થાય છે. આ જૂથ યુએનએસસીમાં ફેરફારોનો વિરોધ કરી રહ્યું છે. એના પર ભારતે કહ્યું- આ મોડલ આફ્રિકા, લેટિન અમેરિકા અને એશિયાના દેશોનું પ્રતિનિધિત્વ કરતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *