ભારતીય મહિલા ટીમની વન-ડે વર્લ્ડ કપની પહેલી જીત

ભારતીય મહિલા ટીમે મહિલા ODI વર્લ્ડ કપમાં જીત સાથે શરૂઆત કરી છે. મંગળવારે ઓપનિંગ મેચમાં ટીમે શ્રીલંકાને 59 રનના મોટા માર્જિનથી હરાવ્યું. ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં 271 રનને ચેઝ કરતા શ્રીલંકાની ટીમ 45.4 ઓવરમાં 211 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. દીપ્તિ શર્માએ 3 વિકેટ લીધી. સ્નેહ રાણાએ 2 વિકેટ લીધી. શ્રીલંકાના કેપ્ટન ચમારી અટાપટ્ટુ (43 રન)એ સૌથી વધુ રન બનાવ્યા.

અગાઉ, ગુવાહાટીમાં ચાલી રહેલી મેચમાં શ્રીલંકાની ટીમે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતીય ટીમે 47 ઓવરમાં 8 વિકેટે 269 રન બનાવ્યા. DLS પદ્ધતિના કારણે શ્રીલંકાને એક રન વધારાનો કરવાનો આવ્યો હતો. વરસાદને કારણે આ ઇનિંગમાં 3 ઓવર ઘટાડવામાં આવી હતી.

એક સમયે ટીમ ઈન્ડિયાનો સ્કોર 124/6 હતો. અહીં, દીપ્તિ શર્મા (53) અને અમનજોત કૌર (57 રન)એ 103 રનની ભાગીદારી કરી અને ટીમનો સ્કોર 250ને પાર પહોંચાડ્યો. શ્રીલંકા માટે ઈનોકા રાણાવીરાએ 4 વિકેટ લીધી.

શ્રીલંકાની ટીમે નિયમિત અંતરાલે વિકેટ ગુમાવી 271 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમની શરૂઆત ખરાબ રહી. તેમણે 30 રનમાં પહેલી વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ કેપ્ટન અટાપટ્ટુ અને સમરવિક્રમાએ ફિફ્ટીની ભાગીદારી કરી. આ ભાગીદારી તૂટ્યા પછી, ટીમે નિયમિત અંતરાલે વિકેટ ગુમાવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *